
ગાંધીનગર/દમણઃ 31 ડિસેમ્બરની ઊજવણીને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન દમણના સાંસદે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે આવનારા પ્રવાસીઓ માટે રહેવાની સગવડ ઉભી કરશે. દારૂ પીધેલી હાલતમાં બોર્ડર પર તૈનાત પોલીસની ઝપટે પ્રવાસીઓ ચઢી ન જાય તે માટે સાંસદ આ વ્યવસ્થા કોળી પટેલ સમાજના હોલમાં કરશે.
આ અંગે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે ગુજરાત પોલીસ સામે આંગળી ચિંધી આક્ષેપ લગાવતાં જણાવ્યું કે, આખું વર્ષ ગુજરાત પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં ઉણી ઉતરે છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા આવતા પર્યટકોને આ દિવસે ખોટી રીતે હેરાન કરી કેસ દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આ જોતાં ગુજરાત પોલીસ ફક્ત દારૂબંધીની કડક અમલવારી થતી હોવાનું દર્શાવવા આ કાર્યવાહી કરે છે. પર્યટકો દારૂ પી ને જીવના જોખમે અને પોલીસ કાર્યવાહીથી બચવા કાળી પટેલ સમાજના હોલમાં તમામ સુવિધાઓ ઉભી કરી છે.
દર વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે દક્ષિણ ગુજરાતથી લઈને વડોદરા, અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઈ તથા આસપાસના વિસ્તારના લોકો દમણ આવે છે. આ વર્ષે પણ પ્રવાસીઓના ધસારાને જોતા દમણની મોટાભાગની હોટલો, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ તથા અન્ય રહેવાના સ્થળો બુક થઈ ગયા છ. જે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત રાત્રે ઘરે જવા અર્થે નીકળે છે તેઓને ગુજરાત બોર્ડર પર પોલીસ પીધેલા પર્યટકો સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી તેમની અટક કરતા હોય છે. આ જોતા દમણ – દીવના સાંસદ ઉમેશ પટેલ દ્વારા આવા લોકો ગુજરાત પોલીસની કાર્યવાહીનો ભોગ ન બને તેવા હેતુથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે રહેવા માટે કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની સુવિધા કરવામાં આવી છે.
આપણ વાંચો: અમદાવાદ પોલીસે હવે ડ્યુટીના સ્થળે હાજર થવું ફરજિયાત, નવી એપ ખોલી દેશે પોલ



