દહેગામના બહિયલ ગામમાં હિંસક અથડામણ: 1500ના ટોળા સામે ગુનો, 60થી વધુ આરોપીનું 'રિકન્સ્ટ્રક્શન'
ગાંધીનગર

દહેગામના બહિયલ ગામમાં હિંસક અથડામણ: 1500ના ટોળા સામે ગુનો, 60થી વધુ આરોપીનું ‘રિકન્સ્ટ્રક્શન’

ગાંધીનગરઃ દહેગામના બહિયલમાં બનેલી ઘટના મામલે પોલીસે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કેસમાં કુલ 83 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ સાથે સાથે 1,500ના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બબાલ અને તોડફોડ કેસમાં 60થી વધુ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સાંજે ઘટના સ્થળે લઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યુ હતું.

આરોપીઓનું ‘રિકન્સ્ટ્રક્શન’ કર્યું

ઘટનાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં લઘુમતિ સમાજના ટોળાએ ગઈકાલે રાત્રે નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાપી હતી. આ ઘટના મામલે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

એટલું જ નહીં પરંતુ સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે પોલીસે 60થી વધુ લોકોની અટકાયત કરી હતી. હાલ અન્ય આરોપીઓ ગામ છોડીને ફરાર થઈ ગયા છે જેમને શોધવા માટે ટીમોને દોડતી કરી દેવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

શું હતો આ સમગ્ર વિવાદ?

ગાંધીનગરમાં વિરોધી જૂથના એક સભ્યએ ‘I Love Muhammad’ વિવાદ સામે અભિયાન ચલાવવા માટે તેના સોશિયલ મીડિયા પર ‘I Love Mahadev’ પોસ્ટ કર્યું હતું. જેના કારણે હિંસક અથડામણ થઈ હતી. આમાં વાહનો અને દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતાં.

જૂથ અથડામણથી ગામમાં ભયનો માહોલ

મળતી વિગતો પ્રમાણે અત્યારે આ ગામમાં હજી પણ પોલીસનો કાફલો ખડકાયેલો છે. અહીં પોલીસ બંદોબસ્ત સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. બહિયલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જુથ અથડામણના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે, પોલીસે તેમનું રક્ષણ કરવા માટે તૈનાત છે. પરંતુ આ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસ પણ એલર્ટ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…મહાદેવ વર્સીસ મુહમ્મદ: ગુજરાતમાં સોશિયલ મીડિયા સ્ટેટસના કારણે થયાં તોફાન, 60ની ધરપકડ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button