ગાંધીનગર

દહેગામમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન અથડામણ; બે લોકોને ગંભીર ઈજા

ગાંધીનગરઃ ગઈકાલે રવિવારે ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ 4 વિકેટે હરાવીને ઈતિહાસ (Indian Cricket Team) રહ્યો. ભારતીય ક્રિકેટ ટીમની આ સિદ્ધિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશના વિવિધ શહેરોમાં મોડી રાત સુધી ક્રિકેટ ચાહકો હાથમાં તિરંગા લઇને ‘ભારત મતા કી જય’ના નારા લગાવતા જોવા મળ્યા હતાં. ગાંધીનગરના દહેગામમાંથી મોડી રાત્રે રાત્રે ઉજવણી દ્રશ્યો સર્જાયા હતાં, પરંતુ કસ્બા વિસ્તારમાં ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી.

અહેવાલ મુજબ, ઉજવણી દરમિયાન કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે તકરાર થઇ હતી, ત્યાર બાદ પથ્થરમારો શરુ થયો હતો. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં અને 15 થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

બે લોકોને ગંભીર ઈજા:
અહેવાલ મુજબ દહેગામના કસ્બા વિસ્તારમાં આ ઘટના બની હતી. વિસ્તારમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કોઈ કારણોસર બે જૂથો વચ્ચે બોલચાલ થઇ હતી, ત્યાર બાદ મામલો વધુ બગડતા પથ્થરમારો શરુ થયો હતો.

બે જૂથો વચ્ચેની અથડામણમાં સ્થાનિકોના 15થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં, જેમને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ આ મારામારીની ઘટના બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…સાબરકાંઠામાં પણ ડિંગુચા જેવો કેસઃ ફરી એક પરિવાર ગેરકાયદે અમેરિકા જવા નીકળ્યો અને…

મધ્ય પ્રદેશમાં પણ બની આવી ઘટના:
નોંધનીય છે કે, મધ્યપ્રદેશના મહુમાં પણ આવી જ ઘટના બની હતી, ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. શહેરની જામા મસ્જિદ પાસે વિજય રેલી કાઢી રહેલા ક્રિકેટ ચાહકો પર કથિત રીતે પથ્થરમારો થયો હતો. આ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, અને બે વાહનો અને બે દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

પોલીસે સ્થિતિ કાબુમાં લીધી હતી, હાલ શહેરમાં તણાવનો માહોલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button