હવે ગુજરાતના મુખ્ય પ્રધાન પણ જશે મહાકુંભ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમની વિગતો
ગાંધીનગર: પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઘણા દિગ્ગજ નેતાઓ અમૃત સ્નાન માટે આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મહાકુંભ ખાતે ગયા હતા. જ્યારે હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે 7 મી ફેબ્રુઆરીએ કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે જશે.
12:30 કલાકે કરશે સ્નાન
પ્રાપ્ત વિગતો અનુસાર 7મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે જવાનાં છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે.
ગુજરાત પેવેલિયનની લેશે મુલાકાત
આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્ય પ્રધાનના પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે.
આ પણ વાંચો : મહાકુંભમાં પીએમ મોદીએ લગાવી આસ્થાની ડુબકી…
ગઇકાલે વડા પ્રધાને લગાવી આસ્થાની ડૂબકી
ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચળાઈ રહેલા મહાકુંભમાં ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્થાન કર્યું હતું. મહાકુંભ ભક્તોની ભારે ભીડને કારણે વડા પ્રધાન મોદી હનુમાન મંદિર અને અક્ષય વટના દર્શન કર્યા વિના સંગમ કિનારેથી પાછા ફર્યા હતા. સંગમમાં પવિત્ર સ્નાન કર્યા બાદ વડા પ્રધાન મોદી મહાકુંભ હેલીપેડથી પ્રયાગરાજ એરપોર્ટ માટે જવા રવાના થયા હતા.