
ગાંધીનગરઃ ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકોના મોતની આશંકા છે. કેનાલમાં કાર ખાબકી હોવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન એક યુવતી સહિત બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર લોકોની સંખ્યા પાંચ હોવાનું અનુમાન છે. કાર કેનાલમાં ખાબકી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા