ગાંધીનગરમાં અંબાપુર ગામમાં યુવકની ઘાતકી હત્યા: આરોપી ઝડપાયો

ગાંધીનગર: શહેર નજીકના અંબાપુર ગામ એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો તે દરમિયાન અજાણ્યા શખસે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જો કે બંને મિત્રોએ પ્રતિકાર કરતાં યુવક પર છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં એસ. ઓ. જી. સહિતની પોલીસની 5 ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે અને આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારને ઝડપી લીધો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર વૈભવ મનવાણી (રહે. હાંસોલ, અમદાવાદ) તેની મહિલા મિત્ર સાથે રાતના સમયે ગાંધીનગર નજીકના અંબાપુર ગામ પાસે આવેલા નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો. યુવાન તેના બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવા આવ્યો હતો, તે દરમિયાન એક અજાણ્યો શખસ ત્યાં આવ્યો હતો અને બંને પાસેથી લૂંટનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: બેંગલુરુમાં ઘાતકી હત્યા: પતિએ દીકરી સામે જ પત્નીને ચાકુના 12 ઘા મારી જાહેરમાં હત્યા કરી
જોકે, તેની સામે આ બંને મિત્રોએ પ્રતિકાર કરતાં શખસે હુમલો કરતાં યુવક વૈભવનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ બનાવમાં હુમલો કર્યા બાદ શખસ લૂંટ કરીને નાસી ગયો હતો. ત્યાર બાદ પોલીસ વધુ તપાસ માટે પોલીસની જુદી જુદી તેમઓ બનાવીને સીસીટીવી તપાસવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં કપડાંના વેપારીની ઘાતકી હત્યા, લિંબાયત વિસ્તારમાં ફફડાટ
આ દરમિયાન લગભગ રાત્રિના એક વાગ્યાની આસપાસ એક શખસ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો હતો અને તે પાછો બે વાગ્યાની આસપાસ પરત ફરતો પણ જોવા મળ્યો હતો. આ કેસની તપાસ માટે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની યાદી તૈયારી કરી હતી. પોલીસને આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારનો હાથ હોવાની આશંકા હતી અને અંતે પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે હાથ કરેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો હોય તે કેનાલ પાસે ઉભતા પ્રેમી યુગલને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવવામાં આવતો હતો. આરોપી શખ્સ સાયકો હોવાનું પણ જાણવા મળ્યું હતું, લગ્ન માટે છોકરીઓ બાદ પણ તેના લગ્ન થઈ શક્યા ન હોવાથી,જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુમલો કરતો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલ છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.