ગાંધીનગર

ગાંધીનગરના બિઝનેસમેનની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર: જિલ્લામા આપઘાતનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા. જો કે આજે તેમની બંને દીકરીઓનો મૃતદેહ નર્મદા કેનાલમાથી મળી આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી આધાર કાર્ડ કઢાવવાનું કહીને ગઇકાલે ઘરેથી નીકળ્યા હતા. જો કે સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા બંને દીકરીઓ સાથે ગુમ થયાની પરિવારજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે સવારે ધીરજભાઈ રબારીની બંને દીકરીઓનો મૃતદેહ નર્મદા કેનાલમાથી મળી આવતા પંથકમાં શોક વ્યાપી ગયો છે.

પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે. જો કે ધિરજભાઈનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. તેમની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ધીરજભાઈ બિઝનેસમેન છે. કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button