કમલમમાં ભાજપની બેઠકમાં જયેશ રાદડિયા, હાર્દિક પટેલ સહિત 30 ધારાસભ્ય ગેરહાજર

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગરઃ પાટનગર સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તિરંગા યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી. અહીંની બેઠકમાં તિરંગા યાત્રા અભિયાનના ઇન્ચાર્જ મધ્ય પ્રદેશ ખજુરાહોના સાંસદ વીડી શર્મા ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં આગામી 15 ઓગસ્ટને લઈને યોજનારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અભિયાનને લઈને વાતચીત કરવામાં આવી તેને લઈને ખાસ ઉદ્દેશ અને દરેકને પોતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આપણ વાંચો: Jammu Kashmir આજે ભાજપની બેઠક, વિધાયક દળના નેતાની પસંદગી કરાશે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક ઘરે તિરંગો પહોંચાડે તેનું પણ આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું. બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના છતાં 30થી વધુ ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. હાર્દિક પટેલ, જયેશ રાદડિયા, બચુભાઈ ખાબડ ઉપરાંત કેટલા યુવા ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક સાંસદો પણ આ બેઠકમાં ગેરહાજર હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના આ અભિયાન પાછળનું કારણ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા છે. અમે આ અભિયાનને જમીન પર ઉતરવાનો પ્રયાસ છે. આ અભિયાન હેઠળ કાર્યકર્તા ગુજરાતના દરેક ઘરે તિરંગો પહોંચાડશે.
સરહદી વિસ્તારમાં દેશના નવજવાનોને સન્માનિત કરવામાં આવશે. 14 ઓગસ્ટ 1947માં થયેલી ઘટનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. પાકિસ્તાનના નરસંહાર પણ દેખાડવામાં આવશે