બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ: ૧૪ જિલ્લાઓના ૮૮ ગામોમાં ભ્રમણ કરશે ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’

ગાંધીનગરઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને રૂટ નં-૨ અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લઈ ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા. ૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન નરેશભાઇ પટેલ અને રાજ્ય પ્રધાન પી.સી.બરંડાના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નું રાજ્યના ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં વિવિધ રૂટ વાઇઝ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના રૂટ ઉપર તેમજ ખાસ કરીને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ તેમજ આદિજાતિ વિકાસ યોજનાઓની માહિતીને નાટક, સભાઓ, સંવાદ, વકતૃત્વ સ્પર્ધાઓ જેવા વિવિધ માધ્યમો દ્વારા નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ની વિગતો
રૂટ નં. ૧
દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)
રથયાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)
રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામ, રૂમલા, રાનકુવા, સુરતના અનાવલ, ઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)
રથયાત્રા નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇ, ઝાવડા, તાપીના ડોલવણ, જેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે. આ ર
દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)
રથયાત્રા તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢ, ભંડભુજા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)
રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલી, સાગબારા, ચીકદા, સુરતના ઉમરપાડા, માલધાફાટા, સઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)
રથયાત્રા સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠ, તડકેશ્વર, નાની નરોલી, માગરોળની મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી, વાલીયાની ડેઇલી, વાલીયા, તલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)
રથયાત્રા ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવી, રાજપીપળા અને એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહૂતિ થશે.
રૂટ નં. ૨
દિવસ-૧ (તા. ૦૭/૧૧/૨૦૨૫)
રથયાત્રા બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી પ્રસ્થાન કરી પોસીના, ખેરોજ, ખેડબ્રહ્મા આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૨ (તા. ૦૮/૧૧/૨૦૨૫)
રથયાત્રા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી પ્રસ્થાન કરી નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ, ચિઠોડા, અરવલ્લીના ભીલોડા અને શામળાજી આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૩ (તા. ૦૯/૧૧/૨૦૨૫)
રથયાત્રા સાબરકાંઠાના શામળાજીથી પ્રસ્થાન કરીને અરવલ્લીના મેઘરજ, માલપુર, બાબલીયા, ડીંડવાસ, કડાણા અને સંત્રામપુર આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૪ (તા. ૧૦/૧૧/૨૦૨૫)
રથયાત્રા સંત્રામપુરાથી પ્રસ્થાન કરીને સુખસર, ઝાલોદ, દાહોદના કોબોંઇ ધામ, દાહોદ, ગરબાડા, ધાનપુર, લીમખેડા આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૫ (તા. ૧૧/૧૧/૨૦૨૫)
રથયાત્રા દાહોદ જિલ્લાના લીમખેડાથી પ્રસ્થાન કરીને બાડીબાર, મોરા, મોરવાહડપ, સંત્રોળ, ભંમૈયાપૂર્વ, સિમેલ્યા, ઘોઘંબા, પાવાગઢ આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૬ (તા. ૧૨/૧૧/૨૦૨૫)
રથયાત્રા પંચમહાલ જિલ્લાના પાવાગઢથી પ્રસ્થાન કરીને નારૂકોટ, પંચમહાલના જાંબુઘોડા, બોડેલી, જેતપુર પાવી, તેજગઢ, છોટાઉદેપુર આવીને રાત્રિ રોકાણ કરશે.
દિવસ-૭ (તા. ૧૩/૧૧/૨૦૨૫)
રથયાત્રા ક્વાંટથી પ્રસ્થાન કરીને નસવાડી, એકતાનગર-કેવડીયા આવીને પૂર્ણાહુતિ કરશે.
આપણ વાંચો: જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આ સ્થિતિમાં મળ્યા



