જૂઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમોની સુંદર તસવીરો

ગાંધીનગરઃ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
વડા પ્રધાન સહિત મહાનુભાવોની હાજરીમાં અહીં બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નૃત્ય સાથે સરદાર પટેલના જીવન પર આધારિત નાટક પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આજે અહીં નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવી રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થઈ રહ્યા છે.

ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાયા છે.

આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો, એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ, રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ પણ જોડાયા છે.
આ પણ વાંચો…રાષ્ટ્રીય એકતા દિવસઃ ગાંધીનગરમાં રન ફોર યુનિટીમાં નાયબ મુખ્ય પ્રધાન હાજર
 
 
 
 


