ભ્રષ્ટાચારનો ભોરિંગઃ ડેપ્યુટી કલેકટર બાદ હવે ગાંધીનગરનો ASI રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયો…

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં કેટલા ગળાડૂબ થઈ ગયા છે તેનો વધુ એક પર્દાફાશ થયો હતો. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયો હતો.
Also read : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 63 ટકા મુસ્લિમ ઉમેદવાર જીત્યા તો 21 બિનહરીફ, છે કોઈ ‘સંકેત’?
અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, સેકટર-૭ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. ફરીયાદી વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી થઈ હતી. તેની તપાસ તેઓ કરતા હતા. એએસઆઈએ અરજી તપાસમાં હેરાનગતી નહીં કરવા અને ગુન્હો દાખલ નહી કરવાના અવેજ પેટે રૂા.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ જામનગર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતં. જેમાં તેઓ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરતાં ઝડપાયા હતા.
Also read : મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી, જાણો વિગત
એસીબીએ એક જ દિવસમાં ત્રણ લાંચીયા અધિકારીઓને ઝડપ્યા હતા. પાલનપુરમાં નાયબ કલેક્ટરને, જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેરને જ્યારે ખેરાલુમાં નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી લીધા હતા.