ગાંધીનગર

અર્જુન મોઢવાડિયાએ બળાપો કાઢ્યોઃ કૉંગ્રેસમાંથી આવેલા બીજા નેતાઓ પણ ખફા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ તેમને બોલવાની તક મળતાં જ બળાપો કાઢી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર મોટું નિવેદન આપતાં થોડીવાર માટે કૉંગ્રેસના નેતાઓ પણ મૌન થઈ ગયા હતા. તેમણે કહ્યું, રાહુલ ગાંધીને છેલ્લા 12 વર્ષથી ઓળખું છું. એક જ વાત કહેતા સાંભળું છું કે કૉંગ્રેસમાંથી રેસના અને લગ્નના ઘોડા અલગ કરવા પડશે. પરંતુ તેમને પાર્ટી વારસામાં મળી છે. તેઓ ઘોડા અને ગધેડાનો ફરક જાણતા નથી.

આ ઉપરાંત તેમણે કહ્યું, રાહુલ ગાંધી વિદેશ જાય છે, ત્યારે દેશનું અપમાન કરે છે, ગુજરાત આવે ત્યારે ગુજરાતીઓનું અપમાન કરે છે, હજી નિવેદનો નહીં સુધારે તો, કૉંગ્રેસને હજી તળીયે લઈ જશે. થોડા સમય પહેલા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કૉંગ્રેસમાંથી 20-30 લોકોને હાંકી કાઢવાની વાત કરી હતી. પરંતુ આ મુદ્દે હજુ લિસ્ટ બનાવ્યું નથી. કૉંગ્રેસ ક્યાંય વિપક્ષ બનવાને પણ લાયક નથી. આ દરમિયાન કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું કે, જેમને રાહુલ ગાંધી વરઘોડાના ઘોડા ગણતા હતા તેઓ બીજા પક્ષમાં જતા રહ્યા છે. જે બાદ મોઢવાડિયાએ કહ્યું રાહુલ ગાંધી મુદ્દે મે ગૃહમાં વાત કરી તો અમિતભાઈને ખોટું લાગી ગયું છે. રેસનાં ઘોડા કે બીજું કંઈ હું બોલ્યો નથી. રાહુલ ગાંધી બોલ્યા છે તો તેનાથી ખોટું લગાવવું જોઈએ। અમિતભાઈ બિલો ધ બેલ્ટ બોલી ગયા. કોંગ્રેસનાં કોણ નેતા શું કરી ગયા, ચૂંટણીમાં શું શું કર્યું એ બધુ મારી પાસે છે. સતત 12 વર્ષથી કેમ બોલે છે. અફસોસ એ વાતનો છે કે ત્યાં બોલી શકતા નથી. એ અહીં આવી બોલી જાય છે.

આ પણ વાંચો…ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવાર

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને કોણ ગણકારતું નથી?
રાજકીય લાભ માટે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓનું સન્માન ન જળવાતું હોવાની વિગતો પણ સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ તેમનો પ્રોટોકોલ જળવાતો ન હોવાથી નારાજગી વ્યક્ત કરી છે. આ બંનેને તેમના પ્રવાસ દરમિયાન સંબંધિત જિલ્લા પોલીસ તંત્રએ એસકોર્ટ કે પાયલોટિંગ પૂરું પાડ્યું નહોતું. તેમજ અધિકારીઓ ગણકારતા ન હોવાથી સરકારમાં ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button