અમદાવાદ સહિત 6 ઝોનમાં 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ'નું ગઠન: ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે? | મુંબઈ સમાચાર
ગાંધીનગર

અમદાવાદ સહિત 6 ઝોનમાં ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’નું ગઠન: ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે?

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું હતું. રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ ઊભા કરવામાં આવશે. તેમાં એક એસ.પી.

, છ ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી કર્મચારીઓ હતા, જે હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે.

આપણ વાંચો: ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…

આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર એનડીપીએસ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

આ છ નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે કટિંગ એજ લેવલીની કાર્યવાહી કરવામાં આવશે.

આપણ વાંચો: મલયેશિયાથી પ્રત્યર્પણ દ્વારા લવાયેલો ચિચકર નવી મુંબઈ પોલીસની કસ્ટડીમાં

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે.

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આપણ વાંચો: બકરાં ઉછેરને નામે કર્જતના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી: 24.47 કરોડનું એમડી જપ્ત

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ

તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસોની તપાસમાં ‘ટોપ ટુ બોટમ’ અને ‘બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.

ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ: આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર એનડીપીએસના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

પીટ એનડીપીએસ કાર્યવાહીને વેગ: જે રીતે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે એડીપીએસના ગુનેગારો સામે પીટ એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button