GST નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવા લાંચ માંગનારા રાજ્ય વેરા અધિકારીને એસીબી ઝડપ્યો…

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારમાં કેટલા ગળાડૂબ થઈ ગયા છે તેનો વધુ એક પર્દાફાશ થયો હતો. ગાંધીનગરમાં એએસઆઈ રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરમાં જ વધુ એક સરકારી અધિકારી લાંચ લેતો ઝડપાયો છે. જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના જ રાજ્ય વેરા અધિકારીએ લાંચ માંગી હતી.
Also read : પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે…
GST નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવા માંગી લાંચ
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી ખાતે રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીતને લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)એ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે.
ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા સારૂ અને મેમો નહી આપવા સારૂ આ કામના આરોપીએ પ્રથમ રૂપિયા 50,000/- ની માંગણી કરી, રકજકના અંતે રૂ.15,000/- આપવાનુ નક્કી કરી, તે પૈકી રૂ.5,000/- પ્રથમ લાંચ પેટે લીધેલ. અને બાકીના રૂ.10,000/- પછી આપવા જણાવ્યું હતું.
Also read : Gujarat માં તોલમાપ વિભાગનો સપાટો, 183 હોટલ પર દરોડા પાડી 4.63 લાખ દંડ વસૂલ્યો
ACBએ ગોઠવ્યું હતું છટકું
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારતા એસીબીને હાથે ઝડપાય ગયા હતા.