
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 22મી જૂનના રોજ ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોને સમરસ કરવા માટે ધારાસભ્યો, પ્રધાનો અને આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત લાખો રૂપિયાના ઈનામ અને ગ્રાન્ટની પણ જાહેરાત કરાઈ હતી. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 751 ગ્રામપંચાયતો બિનહરીફ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 102 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરાઈ હતી. તે ઉપરાંત જામનગરમાં 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. કેટલીક પંચાયતોમાં વિવાદ હોવાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. જેમાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.
ક્યારે યોજાશે ચૂંટણી અને ક્યારે જાહેર થશે પરિણામ
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 22મી જૂનના રોજ રાજ્યની ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાશે. જ્યારે 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ પહેલા 19મી જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. મંગળવારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી સાંજે પ્રચાર પડઘમ શાંત થયા હતા.
આ પણ વાંચો….કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા