ગાંધીનગરટોપ ન્યૂઝ

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીના મૃત્યુ

ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી ગુમ હતા. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ભાવનગરના 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર ગયું હતું. જેમાં પિતા-પુત્રનું હુમલામાં મોત થયું હતું, જ્યારે તેમના પત્ની સહીસલામત મળી આવ્યા હતા. પિતા-પુત્રના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. 45 વર્ષીય મૃતક યતીશભાઇ પરમાર હેર સલૂન ચલાવતા હતા, જ્યારે તેમનો 17 વર્ષીય પુત્ર સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભાવગરના મૃતક પિતા-પુત્ર અને સુરતના મૃતક શૈલેષભાઈ કળઠીયાના મૃતદેહને વતનમાં લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. ગુજરાતીઓને સહી સલામત લાવવામાં આવશે.

આપણ વાંચો:  વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં થયો મોટો ખુલાસો, વાંચીનો ચોંકી જશો

બર્થ ડેના એક દિવસ પહેલા જ મોતથી પરિવાર હતભ્રત

મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરત બાદ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં રહેતા શૈલેષભાઈ કળથિયા તેમના પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા જેની તસવીરો હાલ સામે આવી છે. પરિવાર ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતો હતો ત્યારે જ અચાનક આંતકવાદીઓએ ધડાધડ ગોળીબાર કરતા શૈલેશભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું. જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે. જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા. પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈનું આતંકી હુમલામાં મોત નીપજતા મૃતદેહને સુરત લાવવામાં આવશે અને અહીં જ તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. શૈલેષભાઈના મોતથી તેમનો પરિવાર હતભ્રત થઈ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button