ભાજપના વિધાનસભ્યોની આખી રાત ગઈ ઉચાટમાંઃ હવે ફોન રણક્યા | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ભાજપના વિધાનસભ્યોની આખી રાત ગઈ ઉચાટમાંઃ હવે ફોન રણક્યા

ગાંધીનગરઃ દિવાળી પહેલા જ ગુજરાત ભાજપે કેબિનેટ રિશફલનું બ્યુગલ બજાવતા માહોલ અચાનક ગરમાયો છે અને ગમગીન થઈ ગયો છે. ગુજરાત કેબિનેટના એક્સપાન્શનની વાત લાંબા સમયથી ચાલતી હતી, પરંતુ આખી કેબિનેટ બદલાઈ જશે તેવો અંદાજ બહુ ઓછાને હશે. 2021માં રૂપાણી સરકારને જે રીતે એક ઝાટકે બરખાસ્ત કરી નાખી તેમ ભાજપે તમામ 16 પ્રધાનના રાજીનામા લઈ આખી નવી જ કેબિનેટની આડકતરી જાહેરાત કરી નાખી છે. માત્ર મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પોતાના પદ પર કાયમ રહશે, બાકી તમામ નવા ચહેરાઓ આજથી સચિવાલયમાં જોવા મળશે, તેવો અંદાજ સૌ કોઈને આવી ગયો છે.

હવે ફોન રણક્યા, આખી રાત ધમધમાટ

ગઈકાલે જ તમામ પ્રધાનોના રાજીનામા લેવાયા હતા, પણ નવા નામ અંગે અટકળો જ છે. પરંતુ નવા પ્રધાનોની યાદી બહાર આવી નથી. પક્ષના તમામ વિધાનસભ્યોને બે દિવસ ગાંધીનગરમાં હાજર થઈ જવાની સૂચના બાદ અને તમામ પ્રધાનોના રાજીનામા લેવાયા બાદ હવે કોની દિવાળી સુધરશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વિધાનસભ્યો આખી રાત ઉચાટમાં રહ્યા હતા અને કોણે શપથ લેવાની છે તે મામલે પોતાના તમામ સૂત્રોને કામે લગાડી દીધા હતા. બીજી તરફ સરકારે નવા પ્રધાનો માટે જરૂરી એવા સ્ટાફને બે મહિના માટે હાયર પણ કરી લીધો છે. ત્યારે સવારે સાડા આઠ વાગ્યા બાદ ફોન રણકવાના શરૂ થયા છે. જોકે એકપણ નામ બહાર આવ્યું નથી.

23 પ્રધાન લેશે શપથ

એક અહેવાલ અનુસાર મહાત્મા મંદિરમાં સ્ટેજ પર 23 ખુરશી ગોઠવવામાં આવી છે, જે દર્શાવે છે કે આજે 23 પ્રધાન શપથ લેશે. આ વ્યવસ્થાની સમીક્ષા કરવા આરોગ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગયા હતા. હાલમાં માત્ર જે અટકળો ચાલી રહી છે તે અનુસાર દરેક પ્રદેશને સાચવી રાખવા માટે એક ડેપ્યુટી ચિફ મિનિસ્ટરની નિયુક્તિ પક્ષ કરશે.

આ નામ સૌરાષ્ટ્રનું હોય તેમ માનવામાં આવે છે. તો બીજી બાજુ તમામ નવા ચહેરા હશે કે પછી હાલની કેબિનેટમાંથી ફરી કોઈ શપશ લેશે તે મામલે અવઢવ કાયમ છે. તેમ છતાં સૂત્રોનું માનીએ તો અમુક છ જેટલા જૂના પ્રધાન નવી કેબિનેટમાં રહેશે જ્યારે 15થી 17 આસપાસ નવા પ્રધાનન શપથ લેશે. આથી પ્રધાનમંડળ લગભગ 25થી 27 સભ્યનું હોવાની અટકળો પણ ચાલી રહી છે. શપથવિધિ 11.30 વાગ્યે છે ત્યારે નવા પ્રધાનની યાદી મુખ્ય પ્રધાન રાજ્યપાલને સોંપશે, ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.

આ પણ વાંચો…ગુજરાતમાં મહાત્મા મંદિરમાં એક સાથે 10 મંત્રીઓ શપથ લે તેવી વ્યવસ્થા ગોઠવાઈ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button