ગાંધીનગર

Gujarat માં નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓ માસ સીએલ પર, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન…

ગાંધીનગર: નેશનલ હેલ્થ મિશનમાં ગુજરાતના(Gujarat)લગભગ 27 હજારથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ રાજ્યની વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ટેકનિકલ કેડર અને નોન ટેકનિકલ કેડરમાં સેવા આપી રહ્યા છે. જેમાંથી લગભગ 20 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી. એક દિવસની માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓ ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે  એકઠા થયા હતા. રાજ્યના મોટી સંખ્યામાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા અને વિરોધ કર્યો હતો. ગાંધીનગર એકઠા થયેલા સેંકડો કર્મચારીઓ હાથમાં મુખ્ય માંગણી અંગે પ્લે કાર્ડ તેમજ બેનરો સાથે અમારી માંગો પૂરી કરો સહિતના માંગણી અંગે સૂત્રોચાર કર્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ સહિત ત્રણ હોદ્દેદારને કરવામાં આવ્યા સસ્પેન્ડઃ જાણો શું છે વિવાદ

હેલ્થ મિશનના કર્મચારીઓ મુખ્ય 10થી વધુ માગણી

એક દિવસની માસ સીએલ પર ઉતરેલા રાજ્યભરના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ મુખ્ય 10થી વધુ માગણી છે. જેમ કે નેશનલ હેલ્થ મિશનના કર્મીઓ હાલ ફિક્સ પે મુજબ 20 હજારનો પગાર મળે છે. જેમાં દર વર્ષે ઇન્ક્રિમેન્ટમાં પાંચ ટકાનો વધારો થાય, સમાન કામ સમાન વેતન, પગારની વિસંગત્તા દુર થાય, કર્મચારીનું ફરજ દરમ્યાન મૃત્યુ બાદ મળતી સહાયમાં વધારો થાય, વારંવાર જિલ્લા ફેર બદલી બંધ કરવા સહિતના મુદ્દા મુખ્ય છે.

નેશનલ હેલ્થ મિશન કર્મચારી મહામંડળના પ્રમુખ વિનોદ પંડ્યા એ જણાવ્યું હતું કે, જો આજે માસ સીએલ પર ઉતરેલા કર્મીઓ જો માગણી અંત નહી આવે તો આવનાર દિવસોમાં 24 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button