રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને | મુંબઈ સમાચાર

રાજ્યમાં કોવિડ-19ના 185 નવા કેસ: એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા સ્થાને

ગાંધીનગર: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં કોવિડ-19ના નવા 185 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં કેરળ પછી બીજા સ્થાને છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં કોવિડ-૧૯ના 185 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 680 પર પહોંચી ગઈ છે. વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, હાલમાં કુલ દર્દીઓમાંથી 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 848 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં કોવિડ-19 ને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ
7 જૂન 182
6 જૂન 170
5 જૂન 167
4 જૂન 119
3 જૂન 108

આપણ વાંચો:  સુરતમાં ‘ફિલ્મી’ સ્ટાઈલથી ભાગ્યો આરોપી: પોલીસને થાપ આપી તાપી નદીમાં કૂદ્યો; શોધખોળ શરૂ

સાવચેતી અને સાવધાન રહેવા અપીલ
આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને કોવિડ-19 સંબંધિત યોગ્ય વર્તણૂકનું પાલન કરવા અપીલ કરી છે. હોમ આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવા અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ખાંસી-છીંક દરમિયાન નાક અને મોં ઢાંકવા, જાહેર સ્થળોએ ન થૂંકવા, અવારનવાર સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button