ગાંધીનગર

ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની, કારણ શું ?

ગાંધીનગરઃ ગુજરાતમાં બેટી પઢાઓના નારા વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં 16 વર્ષથી ઓછી ઉંમરની 1633 દીકરીઓ પ્રેગનન્ટ થઈ કે માતા બની છે. જે પાછળનું કારણ બાળ લગ્ન છે. રાજ્યના 15 જિલ્લાઓમાં બાળ લગ્નની સ્થિતિ ચિંતાજનક છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 ના આંકડા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે કે ગુજરાતમાં બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 માત્ર કાગળ પર જ રહ્યો છે. સરકારની નજર સામે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, પરંતુ કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી.

વલસાડઃ 190
દાહોદઃ 133
જામનગરઃ 90
મહેસાણાઃ 78
સાબરકાંઠાઃ 76
આણંદઃ 70
ડાંગઃ 70
ખેડાઃ 67
વડોદરાઃ 41
અમરેલીઃ 41
ગાંધીનગરઃ 41
ભાવનગરઃ 41
અમદાવાદ ગ્રામ્યઃ 40

સૂત્રો મુજબ, રાજ્યમાં જિલ્લાવાર ભારે અસમાનતા છે અને કેટલાક જિલ્લાઓમાં બાળ લગ્નનો દર અત્યંત ઊંચો છે. ખેડા જિલ્લામાં બાળ લગ્નનો દર 49.2% નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર અને ડાંગ જેવા જિલ્લાઓમાં બાળ લગ્નનો દર 30% થી વધુ છે. વધુમાં, અન્ય 7 જિલ્લાઓમાં બાળ લગ્નનો દર 23% થી 29.9% વચ્ચે નોંધાયો છે.

સૂત્રોએ કહ્યું કે, આ માત્ર આંકડા નથી, પરંતુ સરકારની નિષ્ફળ નીતિઓનો ભોગ બનેલી દીકરીઓની પીડા છે. બાળ લગ્ન કરાવનારાઓ અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્ત બાળકીઓ માટે આરોગ્ય, શિક્ષણ અને પુનર્વસન પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આપણ વાંચો:  ગુજરાતની 5780 ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર, સ્કૂલ એક રૂપિયો પણ વધારે લે તો ક્યાં ફરિયાદ કરશો ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button