વડોદરાના પોલીસ કમિશનર સહિત 14 IPS અધિકારીને અપાયાં પ્રમોશન, કોને ક્યા ગ્રેડમાં મૂકાયા ?

ગાંધીનગર/વડોદરા: રાજ્યમાં 14 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા હતા. જેમાં DGP, IGP અને DIG ગ્રેડમાં મૂકવામાં આવ્યા હતા. વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા એન કોમરનો પણ સમાવેશ થાય છે.
DGP ગ્રેડમાં બઢતી
નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી હતી. ડો. પ્રફુલ્લ કુમાર રોશન એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ હતી
ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું હતું.
IGP ગ્રેડમાં પ્રમોશન
અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું હતું.
DIG ગ્રેડમાં પ્રમોશન
ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી આપવામાં આવી હતી. બલરામ મીણાને રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી.
ડો. કરણરાજ વાઘેલા DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું હતું. એસ.વી. પરમારને કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી. એ.એમ. મુનિયા કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી.’
આ પણ વાંચો…ગુજરાતના 28 IPS અધિકારીને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી, કોને કોને મળ્યું પ્રમોશન ?



