Crime News: અંધશ્રધ્ધાએ લીધો ભોગ!!! ડાકણ હોવાના વહેમે ગોળી મારી મહિલાની હત્યા

ભિલોડા: હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. ત્યારે ગુજરાતમાં જ અંધશ્રધ્ધાની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામની છે. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલાની તપાસ માટે ત્રણ ટીમ પણ બનાવી છે.
| Also Read: Bad News: સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનના એન્જિન અને કોચને જોડતી વખતે કર્મચારીનું મોત
પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે બાળકોની માતાની અંદર કોઇ ડાકણનો વાસ હોવાનો વહેમ રાખીને તેમના જ કુંટુંબીએ ગોળી મારી સ્ત્રીની હત્યા કરી દીધી છે. સ્ત્રીની આવી હત્યા કરી દેવાની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ તપાસ માટે દોડી આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે 3 ટીમો બનાવી તપાસ આદરી છે.
આ બનાવ અંગે મળી રહેલી માહિતી અનુસાર સોમવારની રાત્રે ભિલોડા તાલુકાના રામપુરી ગામે એક મહિલા ડાકણ છે તેવો વહેમ રાખીને તેની હત્યા કરી દેવામાં આવી છે. મહિલાના જ એક કુંટુંબીએ રાત્રીના અરસામાં ઓસરીમાં સૂઈ રહેલી મહિલાને ગોળી ધરબી દઈને તેની હત્યા કરવામાં આવી હતી. મૃતક મહિલા બે બાળકોની માતા છે.
| Also Read: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કર્યું, સર્ચ ઓપરેશન શરુ
રાત્રીના સમયે બંદૂકના ભડાકાથી લોકો જાગી ઉઠયા હતા અને ઘવાયેલી મહિલાને ભિલોડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ચકચારી ઘટનાને પગલે જિલ્લા DySP સહિત એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.