Vav Assembly By Poll: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલ ગામે-ગામ ચૂંટણી સભા યોજીને પ્રચાર કરીને પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે. જોકે માવજી પટેલ આ ચૂંટણીને ચૂંટણી નહીં પણ યુદ્ધ ગણાવ્યું છે. પોતાના નિશાન બેટથી ફટકા મારી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…
વાવના જંગમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. રોડ શો દરમિયાન માવજી પટેલ પોતાના સાસરીયા બાલુંત્રીમાં પહોંચ્યા હતા. જેમાં તેમણે મામેરું ભરવાની વાત કરી કહ્યું, હવે 30 વર્ષનો વનવાસ પૂરો કરવો હોય તો બાલુંત્રી કરશે, એવું મામરું ભરો કે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું
કોંગ્રેસના પ્રદેશના નેતાઓ પોતાનો ગઢ માનીને વાવમાં પહોંચ્યા છે અને ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર માટે સતત છેલ્લા ચાર દિવસથી વિધાનસભામાં છે. તેમણે સુઈ ગામ ખાતે જાગીદાર સમાજની બેઠકમાં પોતાની પાઘડીની લાજ રાખવાની કહ્યું હતું. જો કે શક્તિસિંહ ગોહિલ ભાજપ પર વરસ્યા હતા અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીએ પરિવર્તન નથી પરંતુ ભાજપનો અહંકાર તોડવાની ચૂંટણી છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપએ અગાઉ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ ન કાપીને અપમાન કર્યું હતું ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની લોકસભા કોંગ્રેસને ફાળે ગઈ તેમાં અહંકાર તો તૂટ્યો જ છે. શક્તિસિંહ ગોહિલે ચૌધરી સમાજને નિશાની રાખી અને કહ્યું કે ભાજપે માવજીભાઈને ફોર્મ ભરવાનું કહી ચૌધરી સમાજ સાથે ઠગાઈ કરી છે.
ભાજપના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં લગાવી રહ્યા છે એડીચોટીનું જોર વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો પુર જોશમાં પ્રચાર જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહીત અનેક નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચારમાં પહોંચ્યા હતા. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવારની ટીકા કરી હતી.
13 નવેમ્બરે યોજાશે મતદાન
વાવ પેટા ચૂંટણી માટે ભાજપે સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપમાંથી બળવો કરી ચૌધરી સમાજના આગેવાન માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા હવે જંગ ત્રિપાંખિયો બન્યો છે. ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે.