અમેરિકા રહેતા શિક્ષિકાએ કરી સ્પષ્ટતા “મારી પાસે બધી NOC છે, આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ.”
અંબાજી: બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે આવેલી સરકારી શાળાના એક શિક્ષિકા અમેરિકામાં રહેતા હોવા છતાં તેનું નામ શાળાના શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે અને તે પગાર પણ લઈ રહ્યા છે. 10 મહિના પછી દર દિવાળી પર વતન આવે છે અને પગાર લઈ જતાં હોવાની વાતનો પણ ખુલાસો થયો હતો. ફરજ બજાવતાં ભાવનાબહેન પટેલે વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે મેં અમેરિકા જતાં પહેલાં એનઓસી લીધેલી છે. મારી પાસે પુરાવા છે.
અંબાજી પાસે આવેલી પાન્છા ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લાં 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેઓ ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને દિવાળી પર વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે. આમ છતાં તેઓ પાંચમા ધોરણના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહ્યું છે. તેઓ વર્ષમાં એકવાર જ હાજર થાય છે અને બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવી રહ્યાના હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. શાળામાં અમેરિકામાં રહેતા અને ભણાવતા શિક્ષકની છેતરપિંડી બહાર આવ્યા બાદ જવાબદાર એજન્સી પાસે જવાબ દેવા જેવું કંઈ બચ્યું ન હોય તેમ જણાઈ રહ્યું છે.
જો એક હવે આ મુદ્દો વધુ ગરમાતા ભાવના પટેલે એક વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી છે. તેમણે વિડીયોમાં કહ્યું હતું કે “જ્યારે હું નીકળી ત્યારે જિલ્લા પંચાયતમાંથી એનઓસી લીધી છે. પછી અમેરિકાની પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલા માટે એ વખતે પણ એનઓસી લીધી છે. મેં બધી જગ્યાએ એનઓસી આપેલી છે. અને તેમ છતાં મારી પાસે તેના પુરાવા છે. તમે જાતે તપાસ કરી શકો અથવા હું જ્યારે ત્યાં આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ.”
શિક્ષણ પ્રધાન કુબેરસિંહ ડીંડોરને આ શિક્ષિકાના મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે શિક્ષિકા વિદેશમાં રહેતા હોવા છતાં તેમની નોકરી અહી ચાલુ હોવું તે ખૂબ જ ગંભીર બાબત છે. તેમની હાજરી પૂરનારા પણ દોષિત છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો એક જ શિક્ષકનો મુદ્દો ધ્યાનમાં આવ્યો છે અને આ મામલે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આગમો સમયમાં આ મુદ્દે સઘન તપાસ કરવામાં આવશે.