પાલનપુરમાં બબીતા અને જેઠાલાલે કરી જમાવટ, બબીતાએ કેમ છો પાલનપુર કહીને સંબોધન કર્યું | મુંબઈ સમાચાર

પાલનપુરમાં બબીતા અને જેઠાલાલે કરી જમાવટ, બબીતાએ કેમ છો પાલનપુર કહીને સંબોધન કર્યું

બનાસકાંઠાઃ પાલનપુરમાં એક શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય કલાકારો જેઠાલાલ (દિલીપ જોશી) અને બબીતાજી (મુનમુન દત્તા) પહોંચ્યા હતા. આ બંને કલાકારોને જોવા માટે પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને કારણે ભીડને કાબૂમાં રાખવા માટે સુરક્ષાકર્મીઓને ઘણી મહેનત કરવી પડી હતી.

બબીતાજીનો ગુજરાતી અંદાજ

મુનમુન દત્તા આ કાર્યક્રમમાં લીલા રંગની બાંધણી સાડી પહેરીને એકદમ ગુજરાતી લુકમાં આવી હતી. તેણે ‘કેમ છો, પાલનપુર?’ કહીને પોતાનું સંબોધન શરૂ કર્યું અને ભીડ તરફ ઈશારો કરીને મજાકમાં કહ્યું, “ઓ…બેન શાંતિથી બેસો…હા.” લોકોનો પ્રેમ જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

આપણ વાંચો: જેઠાલાલને ફરી બાલકનીમાં જોવા મળશે બબીતા! અફવાઓ વચ્ચે મુનમુને તોડ્યું મૌન

જેઠાલાલની ખાસ સલાહ

દિલીપ જોશીએ પોતાની મસ્તીભરી શૈલીમાં યુવાનોને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, જેમ જેઠાલાલ તેમના બાપુજીનું ધ્યાન રાખે છે અને દરરોજ તેમના પગે લાગે છે, તેવી જ રીતે તમે પણ તમારા વડીલોનું ધ્યાન રાખજો અને તેમના આશીર્વાદ લેજો. આ વાતથી હાજર લોકો ખૂબ પ્રભાવિત થયા હતા.

આપણ વાંચો: …તો આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ અને મિસ્ટર અય્યર વચ્ચેના પંગાનું કારણ?

જેઠાલાલ અને બબીતાજીના સંબંધો વિશે ખુલાસો

દિલીપ જોશીએ સિરિયલમાં તેમના અને બબીતાજીના સંબંધો વિશે એક ખાસ વાત જણાવી રહતી. તેમણે કહ્યું કે, “જ્યારે શો શરૂ થયો ત્યારે જ મેં સ્પષ્ટ કરી દીધું હતું કે અમારા સંબંધો મર્યાદા બહાર ન જાય. એક પાતળી રેખા હોય છે, જે ઓળંગવામાં આવે તો તે વલ્ગર લાગે છે.

એક પુરુષને એક સુંદર સ્ત્રી ગમે તે સ્વાભાવિક છે, પણ તેનો અર્થ એ નથી કે તેના મનમાં ખરાબ ભાવ હોય. જો બે પુરુષ મિત્રો બની શકે તો એક પુરુષ અને એક સ્ત્રી પણ મિત્ર બની શકે છે.

તેમણે એક અનુભવ પણ શેર કર્યો કે, એકવાર ગુજરાતમાં શૂટિંગ દરમિયાન એક દાદીમાએ તેમને કહ્યું કે તેમને જેઠાલાલ અને બબીતાજી વચ્ચેનો સંબંધ ખૂબ ગમે છે. આના પરથી તેમને ખાતરી થઈ કે તેઓ સાચી દિશામાં કામ કરી રહ્યા છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button