કર્ણાટકથી 45 લાખની ચાંદીની લૂંટ કરી ભાગેલા ચાર આરોપીઓ પાલનપુરથી ઝડપાયા, જાણો વિગત

બનાસકાંઠાઃ કર્ણાટકના મૈસુરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો હતો. ગત મહિને મૈસુરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા. લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની ચાંદી લૂંટી હતી.
કર્ણાટક પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ બનાસકાંઠાના હોવાની માહિતી મેળવી હતી. આ કેસમાં મૈસુર પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી.
આપણ વાંચો: લગ્નના 10 દિવસમાં જ પતિને મૂકીને ફરાર થઇ ગયેલી ‘લૂંટેરી દુલ્હન’ પતિના મોતના 7 મહિના બાદ પકડાઈ
પોલીસે કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર, 30 હજાર રોકડા, મોબાઈલ, એક પિસ્તોલ અને 8 કાર્ટિજ જપ્ત કર્યા હતા. પોલીસે ચોરીની ચાંદી પણ રિકવર કરી હતી.
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, 29 જુલાઈ 2025ના રોજ કર્ણાટકના મેસૂર ખાતે 30 કિલો ચાંદીની રોબરી થઈ હતી. જે બાબતે કર્ણાટક પોલીસ અને મેસૂરનો કોન્ટેક થતા જણાવ્યું કે આરોપી બનાસકાંઠાના છે.
મૈસૂરની ટીમ અને પાલનપુર પોલીસની ટીમ ગુનાનો ભેદ ઉકેલવા કામ પર લાગી હતી. બે મુખ્ય આરોપીઓ કિશોર કાંતિલાલ પંચાલ અને રવિ ઉર્ફે અરવિંદ ઠાકોરની અટક કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગ કરવામાં આવેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.