બનાસકાંઠા

બનાસકાંઠામાં સ્કૂલવાનના અકસ્માતમાં સાત વિદ્યાર્થી ઘવાયા…

પાલનપુર: બનાસકાંઠામાં હાઇવે પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસા-પાલનપુર હાઇવે પર સ્કૂલવાન અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી અને સાત જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને ડીસા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

Also read : PMJAYમાંથી વધુ 15 હૉસ્પિટલ કરવામાં આવી સસ્પેન્ડ, જૂઓ લિસ્ટ

ડીસા-પાલનપુર હાઇવે પરની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ અને રસાણા વચ્ચે રસાણા કોલેજના સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂલ વાનમાં પલટી મારી ગઈ હતી. આ ઘટનાઆમ સ્કૂલ વાનમાં સવાર સાત વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને સારવાર માટે ડીસા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમા હાઇવે પરથી સ્કૂલ વાન પલટી ખાઈ જાય છે અને સર્વિસ રોડ રોડ પર આવી જાય છે. ઘટનાને જોઇને આસપાસના લોકો તરત દોડી આવે છે અને સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયત્નો કરે છે.

Also read : Somnath મંદિરની આસપાસ ઉર્સની ઉજવણીની અરજી સુપ્રીમે ફગાવી,ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય…

કોઇ જાનહાનિ નહિ
આ ઘટના ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક ઘટી હતી. જેમાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કુલ વાન હાઈવે પરથી પલટી મારીને બાજુના સર્વિસ રોડ પાસે આવી ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ વિધાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button