વાવ-થરાદમાં બનશે નવો તાલુકો, શંકર ચૌધરીએ આપ્યા સંકેત…

બનાસકાંઠાઃ વાવ-થરાદને રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને જીલ્લો જાહેર થતાની સાથે જ ભાભર અને દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ધાનેરા, દિયોદર, કાંકરેજના લોકોએ વાવ-થરાદ જિલ્લામાં ના રહેવા માટે આવેદનપત્ર આપી આંદોલન કર્યું હતું. જ્યારે બીજી તરફ વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપવા માટે વાવ-થરાદ સુઈગામ તાલુકાના આગેવાનોએ માંગ કરી હતી.
Also read : પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાતા ઓબીસી-આદિવાસીઓના કેસ પાછા ખેંચવા માંગ…
બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે વાવ-થરાદમાં નવો તાલુકો બનાવવાના સંકેત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા હતા .વાવ-થરાદમાં નવો ‘રાહ’ તાલુકો બનાવવાના સંકેત આપ્યા હતા. કીયાલ ગામની સભામાં શંકર ચૌધરીએ કહ્યું કે, તાલુકો અને જિલ્લો બંને ટૂંક સમયમાં બદલાશે.
ઉલ્લેખનીય છે થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામ પંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંબોધન કરતાં શંકર ચૌધરીએ બાળકોને કહ્યું હતું કે થોડા દિવસોમાં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે.
Also read : Gir Somnath માં ગેરકાયદે સિંહ દર્શન કરતાં 8 યુવકો પકડાયા, વન વિભાગે 80 હજાર દંડ ફટકાર્યો…
1 જાન્યુઆરી, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. જિલ્લાનો વિસ્તાર ખૂબ મોટો હોય વહીવટી સરળતા માટે આ જિલ્લાનું વિભાજન કરવાની માંગ પર સરકારે આ નિર્ણય લીધો હતો.