ગાંધીનગરબનાસકાંઠા

બનાસકાંઠામાં પહોંચશે નર્મદાના નીર: સરકારે પાઈપલાઈન યોજનાને આપી મંજૂરી

ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ 4 તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં પાઇપલાઇન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી આ ચાર તાલુકાઓ માટે રૂ.1056 કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: જો, બાળકનું આર્થિક ભવિષ્ય સુરક્ષિત ઇચ્છતા હો તો આ યોજના તમારા માટે જ છે !

જેમાં 53.70 કિ.મી. લંબાઇની મુખ્ય પાઇપલાઇન તથા 412.65 કિ.મી. લંબાઇના શાખા–પ્રશાખા પાઇપલાઇનના નેટવર્કથી ઉપરોક્ત ચાર તાલુકાઓના કુલ 124 ગામોનાં 189 તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાથી બનાસકાંઠા વિસ્તારનાં 15,000 હેક્ટર વિસ્તારને પુરક સિંચાઇનો લાભ મળશે.

આ પણ વાંચો: Good News: લોકોને મળશે સસ્તા દરે શાકભાજી, કેન્દ્ર સરકારે શરૂ કરી આ યોજના

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યું અનુસાર, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારીત 14 પાઇપલાઇનોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી 13 પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં પુરક સિંચાઇ અને ભુગર્ભ જળ રિચાર્જ માટે તળાવો/ સુજલામ સુફલામ સ્પ્રેડિગ કેનાલ/ ઉત્તર ગુજરાતના જળાશયો નર્મદાના પાણીથી ભરવામાં આવી
રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button