જીજ્ઞેશ મેવાણીનો હુંકાર,અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે….

દાંતા : ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે થયેલા ઘર્ષણના બાદ આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો મુદ્દો ગરમાયો છે. જેમાં હવે કોંગ્રેસ આ મુદ્દે મેદાનમાં આવી છે તેમજ ન્યાયની માંગણી કરી છે. આ અંતર્ગત વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના કાર્યકરો દાંતા એસડીએમ કચેરી ખાતે ધરણા પર બેઠા હતા.
આદિવાસી પટ્ટો આંદોલનના માર્ગે વળશે
આ ધરણા પ્રદર્શન દરમિયાન વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકારેને ચીમકી આપી હતી. તેમજ કહ્યું હતું કે જો પાડલીયા કાંડમાં કાયદાકીય રીતે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને આદિવાસી સમાજને અન્યાય થશે. તેમજ આગામી દિવસોમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો સમગ્ર આદિવાસી પટ્ટો આંદોલનના માર્ગે વળશે.
જિજ્ઞેશ મેવાણીએ પાડલીયાની ઘટનાની ટીકા કરી
જિજ્ઞેશ મેવાણીએ પાડલીયાની ઘટનાની ટીકા કરતા જણાવ્યું કે, સીએમ કાર્યાલય, સચિવાલય હોય કે દાંતા એસડીએમની કચેરીનું મકાન અને બનાસકાંઠા કલેક્ટરનું મકાન આ તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા-મજૂરોનું લોહી અને પરસેવો છે. આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ આદિવાસીઓના કારણે છે.
ભાજપ સરકારે આદિવાસી સમાજ સાથે ષડયંત્ર રચ્યું
જ્યારે સરકાર આઈએસ અને આઈએફએ જેવા શબ્દો ન હતા ત્યારે પણ જંગલ હતું અને આદિવાસી સમાજ હતો. મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જંગલ-જમીનનો કાયદો બનાવ્યો છે. જયારે 50 થી ટકા વધારે દાવાઓ પડતર રાખી ભાજપ સરકારે આદિવાસી સમાજ અને પોલીસ તથા જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ થાય તેવું ષડયંત્ર રચ્યું છે.
અંબાજીથી ઉમરગામ સુધી આ મુદ્દો ગરમાશે
તેમણે આ ઘટનામાં ભોગ બનેલા આદિવાસી લોકો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કરતા કહ્યું કે, જિલ્લા પોલીસ તંત્રએ જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી છે. તેવી જ રીતે આદિવાસી સમાજ અને કાંતિ ખરાડીનાં નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે. તેમજ જો આ પ્રમાણેની ન્યાયિક પ્રક્રિયા નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજને ન્યાય કેવી રીતે મળશે. તેમજ જો આ પ્રક્રિયા કરવામાં નહી આવે તો નહીં અંબાજીથી ઉમરગામ સુધી આ મુદ્દો ગરમાશે. તેમજ કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ-જમીનનો અધિકાર મળે તે કટિબદ્ધ છે.
આ પણ વાંચો…સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ મોદીને પછાડ્યા, જીજ્ઞેશ મેવાણીનો દાવો કેટલો સાચો?



