₹1.83 કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ મથકનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ...

₹1.83 કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ મથકનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ…

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. આ દરમિયાન તેમણે બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન સુઈગામ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹1.83 કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી 1963 નવિન બસોના પ્રથમ ચરણમાં 11 નવિન બસોને ફ્લેગ-ઓફ દ્વારા પ્રસ્થાન પણ કરાવ્યું હતું.

મુખ્ય પ્રધાને નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાને આ મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ નડેશ્વરી માતાના મંદિરે દર્શન કર્યા હતા તેમજ ગુજરાતની સર્વાંગીણ ઉન્નતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્ય પ્રધાને બીએસએફ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે લોકોને બીએસએફને નજીકથી જાણવાની તક મળી છે અને બોર્ડર ટુરીઝમને વેગ મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે બીએસએફના આઈ.જી. અભિષેક પાઠકે રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરઈ ચૌધરી અને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button