ગુજરાતમાં ‘નકલી’નો રાફડો ફાટ્યોઃ દિયોદરમાં બનાવટી યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ…
બનાસકાંઠાઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. એલસીબી એ આજે નકલી યુરિયા લિક્વિડ ખાતરના ઉત્પાદન સાથે સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં નકલી યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. દિયોદરના ડુચકવાડા ગામમાં એક ખેતરમાં આ ફેક્ટરી ધમધમતી હતી.
આ પણ વાંચો : Gujarat સરકારની વધુ એક સિદ્ધિ, 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
આ કૌભાંડમાં વાહનોમાં ઉપયોગ કરવાના હેતુથી નકલી યુરિયા લિક્વિડનું ઉત્પાદન કરવામાં હતું. સબસિડીવાળા યુરિયા ખાતરનો ઉપયોગ કરીને લિક્વિડ બનાવવામાં આવતું હતું. આ ફેક્ટરી ડુચકવાડા ગામના એક ખેતરમાં કાર્યરત હતી. એલસીબીને નકલી યુરિયા લિક્વિડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે ફેક્ટરી પર દરોડા પાડીને નકલી યુરિયા ખાતરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે દરોડા દરમિયાન 1,15,000 રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની પ્રશંસનીય કામગીરી; એક વર્ષમાં આટલા કરોડ રિકવર કર્યા
આ પહેલા અમદાવાદમાંથી વધુ એક નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ તથા વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે 31 લાખનો ભેળસેળયુક્ત અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોઇનહબ ફાર્મા કંપનીમાંથી ન્યુટ્રાસ્યુટીકલ્સના લાયસન્સ હેઠળ વિવિધ દવા બનાવી તેમાં કામોત્તેજક ઘટક ઉમેરી એક્સપોર્ટ કરતા હોવાની મળેલી બાતમીના આધારે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગના અધિકારીએ દરોડા પાડ્યા હતા. જેમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશનના નંબરનો ગેરકાયદેસર ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું હતું.