ટોપ ન્યૂઝબનાસકાંઠા

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તપાસ માટે SITની રચના

ડીસા: ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આજે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ભીષણ (Blast In Disa Firework Factory) બ્લાસ્ટ થયો હતો, આ દુર્ઘનામાં ફેક્ટરીને 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી શકે છે.”

પ્રચંડ વિસ્ફોટને કારણે ફેક્ટરીની છતાં ધરાશાયી થઈ ગયું, જેના કારણે કામ કરી રહેલા કેટલાક શ્રમિકોના દટાઈ ગયા અને અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતાં. બ્લાસ્ટ કેટલો પ્રચંડ હતો તેનો અંદાજ એના પરથી લગાવી શકાય કે કેટલાક મૃતદેહોના ટુકડા દૂર દૂર પડ્યા હતાં. માત્ર ટુકડાઓના આધારે મૃતકોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક અહેવાલ મુજબ મૃતક શ્રમિકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના વતની હતાં.

આ પણ વાંચો: UPDATE: ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગથી 17 શ્રમિકો જીવતા ભૂંજાયા

રાજ્ય સરકાર એક્શનમાં

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ કેસની તપાસ માટે 5 સભ્યોની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં DySPની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગેરકાયદે ચાલતી હતી ફેક્ટરી

ફટાકડાના ગોડાઉનના માલિકની અટકાયત કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ મૃત્યુ પામેલા શ્રમિકોમાં ચારથી પાંચ કિશોર વયના હતાં, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે. અહેવાલ મુજબ ફેક્ટરી માલિકે ફટકડા બનાવવા માટે લાયસન્સ લીધું ન હતું. અહીં માત્ર ફટાકડા સ્ટોર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button