Gujarat માં આ લગ્ન કેમ ચર્ચામાં આવ્યા, 145 પોલીસના જવાનો તહેનાત હતા સુરક્ષામાં?

અમદાવાદ : ગુજરાતના(Gujarat)અનેક ગામોમાં દલિતો દ્વારા લગ્નના વરઘોડો ધોડી પર બેસીને કાઠવાને લઇને અનેક વિવાદો સર્જાયા છે. જેમાં અનેક વાર જુથ અથડામણ પણ જોવા મળી છે. જે દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં એક દલિત યુવકના લગ્ન ઘોડેસવારી કરીને સલામત રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે બીડું ઝડપ્યું હતું. જેના પગલે દલિત વકીલ મુકેશ પરેચાનો વરધોડો વાજગે ગાજતે ધોડી પર બેસીને નિકાળવામાં આવ્યો હતો. આ વરધોડામાં 145 પોલીસ બંદોબસ્તમાં રહ્યા હતા. જો કે તેની બાદ વરરાજાને ધોડી પરથી ઉતારીને કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કારમાં બેસાડવામા આવ્યા હતા. આ દરમિયાન કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પોલીસે પથ્થર ફેંકનાર શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
145 પોલીસ કર્મચારીઓની ડ્યુટી લગાવી હતી
આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં પાલનપુરના ગાદલવાડા ગામમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. જેમાં દલિત યુવકે ધામધૂમથી લગ્ન કરી શકે અને ઘોડી પર ચઢી શકે એના માટે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી. તેણે 22 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને એક આવેદન પણ આપ્યું હતું.પોલીસે તેની જાનમાં કોઈ હુમલો ન થાય એની ખાતરી કરવા સુરક્ષા પ્રદાન કરવા માટે 145 પોલીસ કર્મચારીઓની ડ્યુટી લગાવી હતી.

લગ્ન પ્રસંગ પણ ધામધૂમથી ઉજવ્યો હતો
જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પોલીસ અધિકારીઓ સાથે જાનમાં પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા અદાલતમાં વકીલાત કરનાર પરેચાએ કહ્યું કે પોલીસ સુરક્ષા વચ્ચે તેમની જાન નીકળી હતી. તેઓ જ્યારે ઘોડા પર સવાર હતા ત્યારે કઈ ન થયું. જ્યારે સુરક્ષા માટે પોલીસ ઈન્સપેક્ટરે ગાડી ચલાવી હતી. તેને બાદમાં લગ્ન પ્રસંગ પણ ધામધૂમથી ઉજવ્યો હતો અને કોઈએ હુમલો કર્યો નહોતો.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડાગાર પવનો વચ્ચે નલિયા ટાઢુંબોળ, અંબાલાલ પટેલે કરી છે આવી આગાહી
એક જ્ઞાતિના વ્યક્તિએ ધમકી આપી હતી
મુકેશ પરેચા જ્યારે જાન કાઢવાનો હતા એની પહેલા એક જ્ઞાતિના વ્યક્તિએ ધમકી આપી હતી કે આવી હિંમત ન દાખવતો. તેની બાદમાં તેના પર પથ્થર ફેંકવાની ઘટના બની એટલે પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. આ પથ્થરના લીધે ગાડીનો એક કાચ પણ તૂટી ગયો હતો. આ સમયે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે કાર લઈને આવ્યા અને પરેચાને તેમા બેસાડી દીધો હતો.