બનાસકાંઠાના દાંતામાં વસતા 400 પરિવારો માટે ‘પુલ’ એક સપનું: જીવના જોખમે નદી પાર કરવા મજબૂર: VIDEO

દાંતા: ભલે આજે આપણે અનેક મોટા વિકાસકાર્યોની જાહેરાતો સાંભળતા હોય પરંતુ છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક જરૂરીયાતોથી વંચિત છે. હાલ ગુજરાતના અનેક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને પગલે જળબંબાકારથી સ્થિતિ સર્જાય હતી. ઉત્તર ગુજરાતની અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ હતી, જો કે આ પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડારા વાસના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે.
મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં લોકો જીવનાં જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. દાંતા તાલુકામાં આવેલ મંડારા વાસના લોકો, નાના બાળકો સાથે કીડી મકોડી નદી પાર કરવા મજબૂર બન્યા હતા. ગામમાં જવા માટે પુલનો અભાવ હોવાથી, જ્યારે જ્યારે કીડી મકોડી નદીમાં પાણી આવે છે ત્યારે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ગઈ કાલે મંડારાવાસ સંપર્ક વિહોણું થઈ ગયું હતું.
જો કે હવે નદીમાં પાણી ઓછું થવાથી લોકો જીવનાં જોખમે નદી પાર કરતાં જોવા મળ્યા હતા. ગામની અંદર આશરે 400 ઘર હોવા છતાં નદીમાં પાણી આવતા કરિયાણું, દૂધ જેવી જરૂરીયાતો માટે પણ ગામના લોકો બહાર જઈ શકતા નથી. નદીના પ્રવાહને કારણે ગામના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. જો કે આ સમસ્યાના સમાધાન માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, અને ગામના લોકોએ ફંડ એકઠું કરી પોતાના સ્વખર્ચે પુલિયુ બનાવ્યું હતું પરંતુ નદીમાં પાણી આવતા તે પણ ધોવાઈ ગયું હતું. જેના લીધે હવે ગામના લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબુર બની રહ્યા છે. ગામલોકોએ તંત્ર સામે અનેક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ જોવા પણ ન આવ્યું આવ્યું હોવાનો આરોપ ગામલોકોએ કર્યું હતું. ગામલોકોએ અંતે કંટાળીને રસ્તો ના બને ત્યાં સુધી સરકારને વોટ નહિ આપે તેવું મન અહીંના લોકો બનાવી ચુક્યા છે.
આપણ વાંચો: બેન્કને મકાનનો કબજો આપવાના બદલામાં ₹25,000 માંગ્યા: આણંદમાં કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો