હવે લોકસભામાં ગુંજશે ડીસા અગ્નિકાંડઃ કૉંગ્રેસનાં સાંસદ ગેનીબેને અધ્યક્ષને લખ્યો પત્ર

બનાસકાંઠઃ ડીસાના ઢુંવા રોડ પર મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા. ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં પણ ગુંજ્યો હતો. ગુજરાતમાંથી કૉંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે અધ્યક્ષને પત્ર લખીને લોકસભામાં આ મુદ્દો ઉઠાવવા મંજૂરી આપવાની માંગ કરી હતી.
તેમણે લખ્યું કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગના કારણે શ્રમિકોના દર્દનાક મોત થયા હતા. આ પ્રથમ ઘટના નથી પરંતુ સુરતની તક્ષશિલા, મોરબી પુલ દુર્ઘટના, રાજકોટ ગેમ ઝોન જેવી ગોઝારી ઘટનાઓ ગુજરાતાં બની ચુકી છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેવાના બદલે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આવી દુર્ઘટના રોકી શકાઈ હોત.
बनासकांठा के डीसा में पटाखा गोदाम में आग लगने से श्रमिकों की दर्दनाक मौत। यह पहली घटना नहीं सूरत तक्षशिला, मोरबी पुल हादसा, राजकोट गेम ज़ोन जैसी त्रासदियाँ गुजरात में हो चुकी हैं। लेकिन भाजपा सरकार भ्रष्टाचार में लिप्त रही, गंभीर कदम उठाए होते तो ये हादसे रोके जा सकते थे। pic.twitter.com/vkmPakjAqY
— Geniben Thakor (@GenibenThakor) April 2, 2025
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરે અને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરું છું. જો પરવાનગી આપવામાં આવે તો, હું સંસદમાં આ મુદ્દો ઉઠાવીશ અને મૃતકો અને ઘાયલોના પરિવારોને પણ મળીશ અને શક્ય તેટલી મદદ કરીશ.
કલેકટર મિહિર પટેલે બુધવારે સવારે કહ્યું, પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કર્યા બાદ મૃતદેહો વતન મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકો દેવાસ અને હરદા જિલ્લાના હતા. મધ્ય પ્રદેશના પ્રધાન ચૌહાણનાગર સિંહ, વરિષ્ઠ અધિકારીઓ અને મધ્ય પ્રદેશના સ્થાનિક વહીવટી અધિકારીઓ ગઈકાલે રાત્રે આવી પહોંચ્યા હતા. મૃતકોના પરિવારજનો પણ ગઈકાલે આવી પહોંચ્યા હતા. દેવાસ જિલ્લાના 10 લોકોની ઓળખ પ્રક્રિયા તેમના પરિવારના સભ્યોની હાજરીમાં પૂર્ણ કર્યા પછી એમ્બ્યુલન્સમાં તેમના વતન મોકલવામાં આવ્યા હતા.
આપણ વાંચો: જામનગરઃ મિનિબસમાંથી ઝડપાયું કૂટણખાનું, સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ