આપણું ગુજરાત

રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો

રાજકોટઃ રાજકોટ ખાતે આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં અપેક્ષા મુજબ જ હોબાળો થયો હતો. અગાઉ પણ જનરલ બોર્ડમાં કોંગ્રેસી સભ્યોના પ્રશ્નો સામેલ ન કરવા બાબતે વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને મીડિયા મારફત તેમના પ્રશ્નો જે હતા તે મૂકવાનો પ્રયત્ન કર્યો હતો આજે જનરલ બોર્ડમાં આ પ્રશ્ન કેમ તમે લીધા નહીં તેના બાબતે હોબાળો થયો હતો અને વિપક્ષ નેતાએ જનરલ બોર્ડમાંથી વોક આઉટ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે વોક આઉટ થતો હતો ત્યારે ભાજપના કોર્પોરેટરોએ જય શ્રી રામના નારાજ લગાવ્યા હતા વિપક્ષે કોર્પોરેટર ભાનુબેન ના કહેવા મુજબ તેમને ‘ગેટ આઉટ’ શબ્દ વાપરવામાં આવ્યો હતો અને બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું જેનો તેઓએ વિરોધ કર્યો હતો.

જનરલ બોર્ડમાં આજે રાજકોટ ખાતે ચાર ચોકથી કાલાવડ રોડ તરફ જતો બ્રિજ જેનું નામકરણ થયું ન હતું તેને 22 તારીખે અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બ્રિજનું નામ શ્રીરામ બ્રિજ આપવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરના જણાવ્યા મુજબ કોર્પોરેટર ભાનુબેન એ પણ જય શ્રી રામ નો નારો લગાવો જોઈતો હતો અમુક અધિકારીઓ પણ બોલતા હોય તો તેમને બોલવામાં શું વાંધો, પરંતુ કોંગ્રેસી લોકો શ્રીરામના વિરોધી છે તેવું સ્ટેટમેન્ટ આપ્યું હતું જેની સામે ભાનુબેન સોરાણીએ કહ્યું હતું કે ભગવાન શ્રીરામ સવના છે દરેકના હૃદયમાં બિરાજે છે વોકાઉટનો એ મુદ્દો છે જ નહીં.

આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં 20 મુદ્દાઓ ચર્ચા આયા અને તમામને બહાલી અપાઈ હતી.

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ની શરૂઆતમાં વડોદરા ખાતે બનેલ દુર્ઘટના સંદર્ભે શોખ ઠરાવ પસાર કરી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું ત્યાર બાદ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ સંદર્ભે શું રજૂઆત કરશે તેના તરફ લોકોની મીટ મંડાયેલી છે જોકે હાલ વિપક્ષ તરીકે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ મહદ અંશે સુષુપ્ત અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો