રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

રાજ્યમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૩૦ મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:રાજ્યમાં ધો-૧૨વી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તેમજ પરીક્ષા કેન્દ્રો સહિતની ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ આ વખતે પરીક્ષામાં ગેરરીતિ કે પેપર લીકના દૂષણને ડામવા માટે પરીક્ષા શરૂ થવાના પહેલાની ૧૫ મિનિટ અને પરીક્ષા પૂરી થયાની ૧૫ મનિટ સુધીનું વીડિયો રિકોર્ડિગ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત તારીખ ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ મળેલી પરીક્ષા સમિતિમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અન્વયે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે, જેમાં મુખ્યત્વે પરીક્ષાના તમામ બિલ્ડિંગ, તમામ બ્લોક, આચાર્ય કેબિન તેમ જ અન્ય જરૂરી સ્થળો પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.

અને ૧૫ મિનિટ પછીનું પણ રેકોર્ડિંગ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ સુચના અપાઈ છે કે, સીસીટીવી કેમેરા એ રીતે લગાવવાના રહેશે કે જેનાથી સમગ્ર બ્લોકને આવરી લેવાય. પરીક્ષા પૂર્વે તમામ સીસીટીવીની ચકાસણી કરી લેવાની રહેશે. જો કોઈ ખામી જણાય તો તાત્કાલિક અસરથી રિપેર કરાવી લેવાનું રહેશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button