આપણું ગુજરાત

કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ: ખેડૂત વર્ગ ચિંતિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં શનિવારની પરોઢથી રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જિલ્લા મથક ભુજમાં વહેલી પરોઢના ત્રણ વાગ્યાની આસપાસ હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું, જયારે બંદરીય મુંદરા તાલુકાના સમાઘોઘા, ગુંદાલા અને તેની આસપાસના વિસ્તારો,ગાંધીધામ સંકુલ તેમ જ ભચાઉ પંથકમાં ભરશિયાળે છવાયેલા અષાઢી માહોલ વચ્ચે રસ્તામાંથી પાણી વહે એટલું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. આ ઉપરાંત સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર, આડેસર, ખાંડેક, માંજુવાસ, ગાગોદર સહિતનાં ગામોમાં માવઠું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. માવઠાના પગલે ભેજનું આવરણ વધી જતાં જનજીવનને ત્રેવડી ઋતુનો માર પડી રહ્યો છે. ખેતીવાડી વિભાગે જે વિસ્તારોમાં ખરીફનો કપાસ ખેતરોમાં ઊભો છે તેના કાલાંમાંના કપાસની ગુણવત્તાને અસર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. વિચિત્ર વાતાવરણને પગલે કચ્છમાં શરદીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે.
દરમ્યાન, નલિયામાં લઘુતમ તાપમાનનો આંક ૨૪ ડિગ્રી પર રહેતાં ઠંડીનો ચમકારો સંપૂર્ણ ગાયબ રહેવા પામ્યો હતો, જયારે ૧૨થી ૧૩ પ્રતિકલાકે વાતા પવન અને ધાબળીયા માહોલ વચ્ચે ભુજમાં ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી પર રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી જેટલું ઊંચું રહેતાં ‘ચોમાસુ ગરમી’નો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા