આપણું ગુજરાત

Unjha APMC ચૂંટણીના પરિણામ જાહેરઃ ખેડૂત પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો

મહેસાણાઃ ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલના જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે. ભાજપના મેન્ડેટની રાજકીય સમીકરણ ખોટા પડ્યા છે.

વેપારી વિભાગની મતગણતરીના 9 રાઉન્ડ પૂર્ણ
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં વેપારી વિભાગની મતગણતરીના નવ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં ત્રણ અપક્ષ અને એક ભાજપનો ઉમેદવાર આગળ છે. વેપારી વિભાગમાં પણ હાલ અપક્ષનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપે મેન્ડેડ આપેલ ચાર વેપારી ઉમેદવાર હજુ પાછળ ચાલી રહ્યાં છે.

નારાયણ પટેલના પૌત્રનો પરાજય
ભાજપે બળવાની આગને ઠારી દેવા માટે મેન્ડેટને 5-4-1 ત્રણ જૂથોમાં વહેંચ્યા હતા. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને 1 મેન્ડેટ નારાયણ પટેલના પૌત્રને આપવામાં આવ્યું હતું. જો કે નારાયણ પટેલ પોતાના પૌત્રને મેન્ડેટ છતાં પરાજય થયો છે.

દિનેશ પટેલ જૂથનો ભવ્ય વિજય
આજે મતગણતરી બાદ ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં દિનેશ પટેલ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વૉટ મેળવી સમગ્ર પેનલ વિજયી બની છે. ઊંઝા એમપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂના વિજયની સાથે સાથે ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ થઇ ગયા હતા.

Also read: ગુજરાતમાં Unjha એપીએમસીની આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથો આમને સામને

સોમવારે થયું હતું મતદાન
ઊંઝા એપીએમસી સંકૂલમાં સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા શાતીપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ બન્નેના 36 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા હતા. ઉઝા એપીએમસીની ચુટણીમાં પુરુષ મતદારો સાથે સાથે મહિલા મતદારોએ પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ખેડૂત વિભાગમાં 32 મહિલા મતદારો અને વેપારી વિભાગમાં 29 મળી કુલ 61 જેટલા મહિલા મતદારોએ મતદાન કરીને પોતાની પસંદગીના ઉમેદવારની જીત નિશ્ચિત કરવાની મહોર મારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button