Gujarat ની ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની જીત
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના(Loksabha Election 2024 )પરિણામો હવે સામે આવી રહ્યા છે. જેમાં ભાજપે ગાંધીનગર (Gandhinagar) બેઠક જીતીને ખાતું ખોલ્યું છે. ભાજપના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થયું હતું. અમિત શાહ ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં હતા અને જીત્યા છે. તેમને 6 લાખથી વધુ મતની લીડ મળી છે.
અમિત શાહ લાખ મતોથી આગળ ચાલતા હતા
જેમાં મતગણતરી શરૂ થયાના થોડા સમય બાદ અમિત શાહ લાખ મતોથી આગળ ચાલતા હતા. તેમણે આ લીડ સતત જાળવી રાખી અને અંતે ગાંધીનગર બેઠક જીતી લીધી. ગુજરાતમાં આ વખતે એક તરફ ભાજપ ચૂંટણી મેદાનમાં હતું અને બીજી તરફ ઇન્ડી ગઠબંધન હતું. આ વખતે ઇન્ડી ગઠબંધન સાથે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે ગુજરાતમાં તેની બહુ અસર જોવા મળી રહી નથી.
ગાંધીનગરમાં કુલ 14 ઉમેદવારો હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીત્યા છે. ગાંધીનગર બેઠક માટે 14 ઉમેદવારો મેદાનમાં હતા. વર્ષ 2019માં આ બેઠક માટે 17 ઉમેદવારો હતા. જ્યારે 2014ની ચૂંટણીમાં 18 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે અમિત શાહના રથને કોઈ રોકી શક્યું ન હતું.
Also Read –