આપણું ગુજરાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્ય પ્રધાનના હસ્તે ₹ ૭૦૦ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું.

આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની જોડીએ દેશના નાગરિકોને સુ-રાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ બે સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે, એ દેશ અને દુનિયાને બતાવ્યું છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં રૂપિયા ૭૦૦ કરોડથી વધુના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે. આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના ૪૦ વર્ષ જૂના પ્રશ્ર્નોનું નિરાકરણ પણ આવ્યું છે. આ અવસરે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે ખેડૂતોને પાણી મળી રહે એ માટે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને આ કામ પૂર્ણ થવાથી આ નળકાંઠા વિસ્તારના ૩૯ ગામોને નર્મદાનું પાણી મળતું થશે.

મુખ્ય પ્રધાને તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણની વાત કરતા કહ્યું કે, ૧૦મી ફેબ્રુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧ લાખ ૩૨ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કર્યું અને ૧૦ લાખ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સંસદીય વિસ્તારમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ- ઔડા દ્વારા સાણંદ ખાતે રૂપિયા ૮૩.૮૧ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા ૭૫૬ ઇ.ડબલ્યુ.એસ આવાસનો ડ્રો સંપન્ન થયો છે.

અમિત શાહના સંસદીય વિસ્તારમાં થયેલાં વિકાસ કામોની વાત કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે, છેવાડાના માનવી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પછી રોડ, રસ્તા જેવા કોઈપણ પ્રજાલક્ષી કામ હોય અમિત શાહે હંમેશાં દરેક કામને પ્રાધાન્ય આપીને સમયસર તેને પૂર્ણ કર્યું છે. આખા દેશનું ધ્યાન રાખવાની સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણ અનુરૂપ કુલ ૨૩,૦૦૦થી પણ વધુના વિકાસ કામોની ભેટ નાગરિકો તેમજ ગ્રામજનોને આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત