આપણું ગુજરાતટોપ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજે ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલન યોજાવાનું છે. જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB)ની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત હીરક જયંતિ વર્ષ સમારોહ તેમજ સચિવાલય વિભાગોના વિવિધ અધિકારીઓ માટે આયોજીત એક દિવસીય લેજીસ્લેટીવ ડ્રાફટિંગ ટ્રેનીંગ પ્રોગ્રામ અને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃતિ વિતરણ સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

રાજ્ય દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના એક દિવસના પ્રવાસમા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચાર જેટલા કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જે અંતર્ગત પ્રવાસની શરૂઆત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આણંદથી શરૂ કરવાના છે. આણંદ ખાતે આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ડાયમંડ જુબલી સેલિબ્રેશન કાર્યક્રમ અને ત્રિભોવન પટેલના બર્થ એનિવર્સરી સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત ડાયમંડ જુબલી સેલિબ્રેશન સમારોહ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાવાનો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ રંજન સિંહ તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિતિ રહેવાના છે.

ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત

આણંદ બાદ વધુ એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહ્યો છે, એટલે કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બપોરે 2:00 વાગે વિધાનસભાના ગૃહમાં સંબોધન કરવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ક્ષેત્ર એવા ગાંધીનગર ખાતે ભાજપના નવા કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે.

ગાંધીનગર સેક્ટર-8 માં આવેલા સમર્પણ કોલેજની બાજુમાં ગાંધીનગર મનપાના નવા કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કાર્યક્રમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષતામાં યોજાવાનું છે. નવા આકાર લેનારા કમલમ કાર્યાલયના ખાતમુહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ ઉપસ્થિત રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button