આપણું ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે: ભાજપમાં ફેરફારની શક્યતાઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે મંગળવારે કલોલ ઇફકો ખાતે નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લિક્વિડ પ્લાન્ટનું મંગળવારે લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે એવું જાણવા મળ્યું હતું. જો કે થોડા દિવસો પહેલા જ અમિત શાહ ગુજરાત આવ્યા હતા અને તેમણે માણસામાં કુળદેવી બહુચરાજીની આરતી પણ કરી હતી. ગાંધીનગરમાં મોડી રાત્રે યોજાયેલ બેઠક બાદ હવે આગામી સમયમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતાઓ છે. ગત તા. ૧૩ ઓક્ટોબરે મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બંને દિલ્હી ગયા હતા. ત્યાં મોવડી મંડળ સાથે બેઠક યોજી હતી.