કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે 1950 કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. મોદીની વિકાસની કાર્યપ્રણાલી પર વિશ્વાસ મૂકીને જ 2014માં દેશની જનતાએ તેમને દેશનું સુકાન
સોંપ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, વડા પ્રધાને છેલ્લાં 10 વર્ષમાં પ્રબળ સંકલ્પ, આયોજનશક્તિ અને અમલવારી થકી દેશને તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં પ્રભુ રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરી જેનાથી કરોડો શ્રદ્ધાળુઓની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમારોહ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાને થલતેજ ખાતે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાડજ રામાપીરના ટેકરા ખાતે ઇડબલ્યુએસ આવાસ, વાડજ ખાતે નવનિર્મિત શાળા નં.1નું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 1950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. તેમના હસ્તે 9250 આવાસનો ડ્રો, 891 કરોડના ખર્ચે 43 પ્રજાલક્ષી કાર્યોનું ઈ- લોકાર્પણ, 1059 કરોડના ખર્ચે 26 પ્રજાલક્ષી કાર્યોનું
ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉ