આપણું ગુજરાત

ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. શુક્રવારે ગુજરાત પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ અને મુખ્ય પ્રધાન ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર બેઠક પરથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અડવાણીજી, અટલજીએ કર્યું અને જે સીટ પર સ્વયં નરેન્દ્ર મોદી મતદાતા છે એ સીટ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને ભાજપે આપ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આજે ગાંધીનગર લોકસભાથી ઉમેદવારી કરી છે. આ સીટ પરથી અટલજી, બાજપાઈજી ચૂંટણી લડ્યા હતા. આ લોકસભા સીટના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાર છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતી વિધાનસભામાં હું ૨૨ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી ૨૨ હજાર કરોડના કામ કર્યા છે. આ ચૂંટણીમાં સમગ્ર દેશ વડા પ્રધાનને ત્રીજી વાર ૪૦૦ પાર સીટ સાથે વડા પ્રધાન બનાવવા ઉત્સાહી છે. ચૂંટણીની જાહેરાત પહેલા અને જાહેરાત બાદ હું લદાખ છોડીને દેશના તમામ વિસ્તારમાં ગયો છું. દરેક જગ્યાએ મોદી મોદી નારા સાથે ભાજપના કાર્યકર્તાનું સ્વાગત થાય છે. જનસેલાબનો આશીર્વાદ અને પ્રેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયો છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે ૧૮મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા તથા વેજલપુરમાં જંગી જનમેદની સાથે મેરેથોન રોડ શૉ યોજ્યો હતો. તેમણે વેજલપુરમાં એક જાહેરસભાને પણ સંબોધી હતી. કાળઝાળ ગરમીમાં પણ અમિત શાહના રોડ શોમાં લોકો ઉમટી પડ્યા હતા.
વેજલપુરમાં જાહેરસભા સંબોધતી વખતે અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગેરેન્ટી આપી છેકે ૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિક યોજાશે. ભારતમાં પણ ગુજરાતમાં અને ગુજરાતમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આ ઓલિમ્પિક યોજાનારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…