આપણું ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્યારે આવે છે ગુજરાત ? શું કરશે ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે.બે દિવસના પ્રવાસે આવી રહેલા અમિત શાહના આ પ્રવાસે વધુ ઉત્સુકતા જગાવી છે. સંસદમાં રાહુલ ગાંધી સાથે રાજનીતિક ફટકાબાજી કરી અમિત શાહ ફરીવાર ગુજરાત આવશે. 6 ઠી અને 7 મી એમ બે દિવસીય પ્રવાસે આવી રહેલા ગૃહમંત્રી દિવસભર વ્યસ્તતા વચ્ચે પસાર કરશે. અમિત શાહ કેન્દ્રિય ગૃહ મંત્રાલય સાથે સહકારિતા મંત્રાલય પણ સંભાળી રહ્યા છે.અને 6 ઠી જુલાઇ એ વિશ્વ સહકારિતા દિવસ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી મનાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ત્રણ વર્ષ પહેલા આ જ તારીખે અલાગ મંત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા ત્રણ વર્ષથી ‘સહકારથી સમૃદ્ધિ’ નામક કાર્યક્રમ અલગ-અલગ રાજ્યોમાં યોજાય છે. છઠ્ઠી તારીખે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સહકારિતા સામેલન યોજાશે. જેમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયની રચનાનો ત્રીજો સ્થાપના દિવસ પણ છે.

આંતર રાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીનો હેતુ બહુમૂલ્ય છે. સહકાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે પ્રગતિનો પંથ કંડારવા ઉપરાંત સામૂહિક કાર્ય પધ્ધતિ થી સમૃદ્ધિ તરફ આગળ વધી સમાજોત્કર્ષની ભાવના જગાવવાનો છે. જે દેશની તમામ સહકારી સંસ્થાઓ માટે સારું ભવિષ્ય બનાવે છે.” આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ 2024 ની થીમ છે, જે અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજર રહેશે અને સંબોધન પણ કરશે.

આ પણ વાંચો : પંઢરપુરની વારીમાં રાહુલ ગાંધીના સામેલ થવાનો વારો આવશે કે નહીં?

આ કાર્યક્રમમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી કૃષ્ણપાલ તેમજ મુરલીધર મોહોલ પણ ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય કક્ષાના સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ દેશભરમાંથી આવેલા 2000થી વધુ આગેવાનોને સંબોધન કરશે.

ત્યાર બાદ રવિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથ મંદિરમાં મંગલા આરતીમાં ભાગ લેશે. પ્રતિ વર્ષની માફક જ કેન્દ્રિય ગૃહ મંત્રી ભગવાન જગનનાથના શરણે સપરિવાર દર્શન કરશે.

શું 6 ઠી જૂલાઈએ રાહુલ ગાંધી પણ અમદાવાદમા ?

અમદાવાદનાં પાલડીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર બે દિવસ પહેલા થયેલી પથ્થર બાજી અને ત્યાર પછી વકરેલા વિવાદ બાદ હવે એક સંભાવના તરીકે રાહુલ ગાંધી અમદાવાદ આવશે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે, આ સમગ્ર ઘટનામાં પોલીસની બેવડી નિતિ જોવા મળી છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે,

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા