કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ કહ્યું, સહકારિતાથી મહિલા પશુપાલકોને વધુ ફાયદો
આણંદ : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah)આજે આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ડાયમંડ જ્યુબિલીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ વર્ષ 2022-23માં (NDDB)દરરોજ 427 લાખ લિટર દૂધનું વેચાણ કરતું હતું અને તેનો ચોખ્ખો નફો રૂપિયા 50 કરોડથી વધુ હતો.
સહકારિતાથી મોટો ફાયદો થઈ રહ્યો છે
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિ આવે છે જેના લીધે આજે 5 કરોડ પશુપાલકો સુખ, શાંતિથી જીવી શકે છે. તેમજ સતત કામ કરવાથી પરિવર્તન આવે છે. વર્ષ 1964માં લાલ બહાદૂર શાસ્ત્રીજીએ NDDBની સ્થાપના કરી હતી. 70 વર્ષ બાદ સહકારિતા મંત્રાલય દેશમાં બન્યું. જેમાં પીએમ મોદીએ સહકારિતા મંત્રાલય બનાવ્યું અને આજે મહિલા ખેડૂતોને આ સહકારિતાથી મોટો ફાયદો થઈ રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે ત્રિભુવનદાસજીએ કોઈપણ આશા કે અપેક્ષા વિના તમામ ખેડૂતોને એકસાથે લાવવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે સહકારિતા આંદોલનને કારણે જ આજે શ્વેત ક્રાંતિમાં પરિવર્તન આવ્યું છે.
Also Read – છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતા અરૂણ દવેની સેવાને બિરદાવતું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
સેક્ટર 8માં પાર્ટી કાર્યાલય ‘શ્રી કમલમ’નો શિલાન્યાસ કરશે
જ્યારે બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના સેક્ટર 8માં પાર્ટી કાર્યાલય ‘શ્રી કમલમ’નો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ સાંજે સવા 4 કલાકે મહાત્મા મંદિરમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારે ખાસ વાત એ છે કે, 19 વર્ષ બાદ ગાંધીનગરમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજનો કેન્દ્રીય મંત્રી અમિત શાહનો છેલ્લો કાર્યક્રમ ગાંધીનગરના કડી સર્વે વિદ્યાલયના કેમ્પસમાં આયોજિત છે.