Video Viral: વસ્ત્રાપુરમાં બેન્ક મેનેજર અને ગ્રાહક વચ્ચે છૂટાહાથની મારામારી…
અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત બેંકમાં મારામારીની ઘટનાનો વિડિઓ વાયરલ થયો છે. જેમાં બેંક ગ્રાહકે જાહેરમાં બેંક મેનેજર સાથે બબાલ કરી મારામારી કરી હતી. યુનિયન બેંકમાં આવેલા ગ્રાહકે મેનેજર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : Kutch માં માતાના મઢ અને ધોરડો સફેદ રણ જવું સરળ બનશે, ભૂજ –નખત્રાણા ફોર લેન વિકસાવાશે…
મળતી વિગતો અનુસાર વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમચંદનગર શાખાના યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘે આ મામલે ફરિયાદ નોંધાવી છે. બ્રાન્ચમાં આવેલા ગ્રાહકે મેનેજર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી ગ્રાહક જયમન રાવલ નામના વ્યક્તિએ બેન્ક મેનેજર સાથે મારામારી કરી હતી.
ગ્રાહકને Fd પર વધારેલા TDS ટેક્સને લઈને બેંક મેનેજર સાથે તકરાર થઈ હતી. અને તેનાથી ઉશ્કેરાઈ જઈને ગ્રાહકે બેન્ક મેનેજર સાથે મારામારી કરી હતી, આરોપીએ તેનું આઈડી કાર્ડ ખેંચી લીધું હતું અને શરત પણ ફાડી નાખ્યો હતો.
આ પણ વાંચો : અમરેલીમાં જમાઈ જ બન્યો ‘જમ’; વૃદ્ધાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
તેમની મારામારી દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે પડી શાંત કરાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા, તો ગ્રાહકે તેમને પણ લાફો માર્યો હતો. આ બનાવ અંગે બેંક મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે ગ્રાહક વિરુદ્ધ ફરજમાં રુકાવટ, મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવા બદલ ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.