અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરી લેવાશે | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરી લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા તંત્ર તરફથી પાણી, ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને લાઈન નાખવા પાછળ મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં એક અથવા બીજા કારણસર અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી લાઈન વિવિધ કારણસર ફરી ખોલવી પડે છે. આવા સમયે કઈ લાઈન ચોકકસ કયાં આવેલી છે તે સરળતાથી જાણવા મનપાની તમામ અંડરગ્રાઉન્ડ યુટીલીટીને ડીજીટલ મોડથી આવરી લેવાશે. દરિયાપુર વોર્ડમાં આ અંગેનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે.

અમદાવાદ શહેરના વધેલા વિસ્તારની સાથે વિવિધ વોર્ડ વિસ્તારમાં કોઈને કોઈક સ્થળે અવારનવાર પાણી, ગટર અને ડ્રેનેજ સંબંધી કામગીરી ચાલતી હોય છે. આ ઉપરાંત નવા રોડ અને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી પણ ચાલતી રહેતી હોય છે. કેટલાક કિસ્સા એવા પણ સામે આવ્યા હતા. જેમાં રોડ બનાવવાની કામગીરી પૂરી થવા આવી હોય એવા સમયે રોડ નીચેથી પસાર થતી અંડરગ્રાઉન્ડ યુટીલીટી સંબંધી કામગીરી કરવાની બાકી હોવાનું તંત્રના ધ્યાન ઉપર આવે છે. આવા સમયે કઈ લાઈન ક્યાંથી કયાં સુધી જાય છે તે સરળતાથી જાણી શકવા અંગે હાલ તંત્ર પાસે કોઈ ચોકકસ સિસ્ટમ નથી. જેથી તમામ અંડરગ્રાઉન્ડ યુટિલિટીને આ કારણથી જ ડિજિટલ મોડ ઉપ૨ આવરી લેવા નિર્ણય કરાયો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button